મુખ્ય સામગ્રી પર જાઓ

Video: હળવદના ટીકરમાં પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનો વિફર્યા, ધારાસભ્ય 'હાય હાય'ના નારા લગાવી કર્યો વિરોધ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકરમાં ગટરના ઉભરાતા પાણી, રોડ-રસ્તા, પીવાના પાણી સહિ

સોર્સ: GSTV

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકરમાં ગટરના ઉભરાતા પાણી, રોડ-રસ્તા, પીવાના પાણી સહિતના પ્રાથમિક પ્રશ્નો મુદ્દે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાય હાયના નારા લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

 ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી

છેવાડાના રણકાંઠાના ગામોમાં વિકાસના કામના માત્ર નેતાઓનાં ફાંકા મારે છે, ધારાસભ્યને આ વિસ્તારના વિકાસમાં રસ નથી, તેઓને માત્ર સોશિયલ મીડિયામાં હલકી પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ છે, તેવા સણસણતા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરાયા છે. રસ્તાઓ ખખડધજ હોવાથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગ્રામજનોએ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

આ સમાચાર શેર કરો