મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોટાદના બરવાળામાં આર્મીમાં સેવાનિવૃત થયેલા જવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

ભારતીય સેનામાં ફરજ બજાવવી દરેક યુવાનું સ્વપ્ન હોય છે. બોટાદ જિલ્લાના બરવાળા ગામનો યુવાન મહ

ભારતીય સેનામાં ફરજ બજાવવી દરેક યુવાનું સ્વપ્ન હોય છે. બોટાદ જિલ્લાના બરવાળા ગામનો યુવાન મહેશ હિરાણી આર્મીમાં 16 વર્ષની સેવા પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

નિવૃત સેનાના જવાનનું ભવ્ય સ્વાગત

બોટાદના બરવાળા ગામના મહેશ હિરાણી આર્મીમાંથી સેવાનિવૃત થઇને પોતાના વતન પરત ફર્યા છે.16 વર્ષની સેનામાં સેવા પૂર્ણ કરી પરત ફરેલા સેનાના જવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખુલ્લી જીપમાં બરવાળા રોકડિયા હનુમાનજી મંદિરથી મહેશ હિરાણીના ઘર સુધી શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહેશની સાથે સ્કૂલમાં ભણતા મિત્રો જોડાયા હતા.

ઝબુબા હાઇસ્કૂલ બરવાળાના પૂર્વ વિદ્યાર્થીઓના મિત્ર મંડળ દ્વારા મહેશ હિરાણીનું સાલ તેમજ તલવાર અને ઢાલ આપીને સમ્માન કરવામાં આવ્યું હતું. 18 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાનાર મહેશ હિરાણીનું પ્રથમ પોસ્ટિંગ ભટિંડા હતું અને જ્યારે તેઓ સેવાનિવૃત થયા ત્યારે તેઓ જોધપુરમાં નાયકની પોસ્ટ પર ફરજ બજાવતા હતા.

વધુમાં વધુ યુવાનો સેનામાં જોડાય તેવી ઇચ્છા

પોતાની 16 વર્ષની આર્મીની નોકરી વિશે વાત કરતાં મહેશ હિરાણીએ કહ્યું કે, "ગામડાના લોકોમાં દેશ સેવા માટે આર્મીમાં જોડાવવાનું વિશેષ મહત્ત્વ છે. છોકરો જ્યારે આર્મીમાં સેવા આપી રહ્યો હોય ત્યારે માતા-પિતાનું માથુ પણ ગર્વથી ઉંચુ થઇ જાય છે.હું જ્યારે 16 વર્ષની આર્મીમાં સેવા બજાવી મદરે વતન પરત ફર્યો છું ત્યારે મારા સ્વાગતમાં જે ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા તે જોઇને મારી આંખો ભીની થઇ ગઇ હતી. આગામી સમયમાં હું બરવાળામાં જ રહીને ગામમાંથી વધુને વધુ યુવાનો ભારતીય સેનાની વિવિધ પાંખમાં જોડાય તે માટે મારૂ યોગદાન આપીશ."

આ સમાચાર શેર કરો