મુખ્ય સામગ્રી પર જાઓ

Video: વિક્રમ ઠાકોરની ફિલ્મો યુવાનોને ગેરમાર્ગે અને દારૂના રવાડે ચઢાવે છે, ભાજપ નેતાએ કર્યા આકરા પ્રહાર

રાધનપુરમાં ઠાકોર સમાજના બંધારણ અને ડીજે પ્રતિબંધના મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે

રાધનપુરમાં ઠાકોર સમાજના બંધારણ અને ડીજે પ્રતિબંધના મુદ્દે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડીજે સંચાલકોને સમર્થન આપનાર કલાકાર વિક્રમ ઠાકોર સામે ભાજપ નેતા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર પર પ્રહાર કર્યા છે. દિનેશ ઠાકોરે વળતો જવાબ આપતા કહ્યું કે, "વિક્રમ ઠાકોર સમાજના બંધારણના લીરેલીરા ઉડાવી રહ્યો છે." તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે વિક્રમની ફિલ્મો યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને દારૂના રવાડે ચઢાવે છે. 

 દોઢ ફૂટિયા વિક્રમ, તું માપમાં રહેજે: દિનેશ ઠાકોર

સરકાર તરફથી સન્માન ન મળતાં સમાજ યાદ આવ્યો હોવાનો પણ ગંભીર આરોપ દિનેશ ઠાકોરે લગાવ્યો છે. ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમ કરવાની ચેલેન્જ આપતા દિનેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે પાટણ બાજુ કાર્યક્રમ કરીને બતાવજે, તને ખબર પડી જશે. દોઢ ફૂટિયા વિક્રમ, તું માપમાં રહેજે. તારા કાર્યક્રમો ક્યાં થતા ન હતા તે અમને ખબર છે. તું સમાજના બંધારણના લીરેલીરા ઉડાડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો