મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : તમિલનાડુમાં વિજય સરકાર, આવતીકાલે સવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે 'થલાપતિ'

તમિલનાડુના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના

તમિલનાડુના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ અને લોકપ્રિય અભિનેતા વિજયે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. પાર્ટી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ વિજયે રાજભવન ખાતે રાજ્યપાલને મળીને વિધિવત રીતે દાવો રજૂ કર્યો હતો.

શપથ ગ્રહણનું ખાસ મુહૂર્ત

માહિતી અનુસાર, વિજય આવતીકાલે સવારે ૧૦:૦૦ થી ૧૧:૧૫ વાગ્યાની વચ્ચે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમયને શપથ ગ્રહણ માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યો છે. તમિલનાડુની રાજનીતિ માટે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો સાબિત થશે, જ્યારે 'થલાપતિ' વિજય રાજ્યની કમાન પોતાના હાથમાં લેશે. શપથ ગ્રહણ સમારોહ માટે ચેન્નાઈના પ્રતિષ્ઠિત નેહરુ સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. આ સ્ટેડિયમની ક્ષમતા 5000 બેઠકોની છે, જ્યાં લોકોની હાજરીમાં આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થશે.

વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સ્ટેડિયમના કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીમાં તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરી સ્ટેડિયમ સોંપી દેવું. વિજય સવારે 10 વાગ્યા પહેલા સ્ટેડિયમ પહોંચી જશે અને રાજ્યપાલ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ તમિલનાડુના રાજકીય ફલક પર એક નવા પક્ષ અને નેતૃત્વનું શાસન શરૂ થશે.

આ સમાચાર શેર કરો