VIDEO: તમિલનાડુમાં 'રિસોર્ટ પોલિટિક્સ': વિજયના ૧૦૮ ધારાસભ્યો મહાબલીપુરમમાં કેદ, DMK-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ!
તમિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મેળવવાના પ્રયાસો વચ્ચે TVK પાર્ટ
તમિલનાડુમાં સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મેળવવાના પ્રયાસો વચ્ચે TVK પાર્ટીએ પોતાના ૧૦૮ નવનિર્વાચિત ધારાસભ્યોને મહાબલીપુરમની એક હોટલમાં રાખ્યા છે, જેમાં પાર્ટી પ્રમુખ વિજય પોતે બે બેઠકો પર જીત્યા છે. આ દરમિયાન, કોંગ્રેસે TVKને સમર્થન આપવાની જાહેરાત કરતા DMKએ આકરા પ્રહાર કર્યા છે. DMK પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ કોંગ્રેસના આ નિર્ણયને મૂર્ખતાપૂર્ણ ગણાવતા કહ્યું કે, જ્યારે AIADMKના ૪૭ ધારાસભ્યો બિનશરતી સમર્થન આપવા તૈયાર છે, ત્યારે વિજય માત્ર ૫ બેઠકો ધરાવતી કોંગ્રેસની વાત શા માટે સાંભળશે? DMKએ દાવો કર્યો છે કે કોંગ્રેસે અમુક લોકોના અહંકારને સંતોષવા માટે આ ખોટો નિર્ણય લીધો છે, જેના માટે તેમણે ભવિષ્યમાં પસ્તાવો કરવો પડશે. હાલમાં અન્ય પક્ષોનું સમર્થન મેળવી સત્તા સુધી પહોંચવા માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.




