મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અમીરગઢમાં બનાસ નદીના ધસમસતા પાણીમાં ફસાયો યુવક, 16 કલાક બાદ કરાયું રેસ્ક્યુ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક બનાસ નદીમાં ફસાયેલા યુવક ભાણાભાઈ બના

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક બનાસ નદીમાં ફસાયેલા યુવક ભાણાભાઈ બનાભાઈ ડાભીને SDRFની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો છે. આ યુવક 16 કલાક સુધી ધસમસતા પાણીના પ્રવાહમાં જિંદગી અને મોત વચ્ચે ઝૂલતો રહ્યો હતો. ખુણીયા ગામના આ યુવકના બચાવ માટે ગામના લોકો આખી રાત નદીકિનારે હૈયાધારણ આપવા બેઠા હતા, પરંતુ અંધારાને કારણે રેસ્ક્યૂ ઓપરેશન શક્ય ન બન્યું. 

સવારે SDRFની ટીમે ભારે જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ટીમનો એક સભ્ય પાણીના પ્રવાહમાં વહીને સવાણીયા ગામ પાસે પહોંચી ગયો હતો, છતાં ટીમે હિંમત ન હારી. અંતે, યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો અને સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો. ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોએ SDRFની ટીમની કામગીરીને બિરદાવી અને રાહતનો શ્વાસ લીધો. આ ઘટના દરમિયાન નદીના ધસમસતા પ્રવાહે રેસ્ક્યૂ કામગીરીને પડકારજનક બનાવી હતી, પરંતુ SDRFની હિંમત અને કૌશલ્યથી યુવકનો જીવ બચાવી શકાયો.

આ સમાચાર શેર કરો