મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: નળુ ગામમાં ગણપતિ વિસર્જન કરવા જતા યુવક પાણીમાં ગરકાવ, શોધખોળ ચાલુ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ ઘટન

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક દુ:ખદ ઘટના બની. અદલવાડા ડેમમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલો રણજીત બાબુભાઈ બારીયા નામનો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના રાત્રે બની હોવાથી, દેવગઢ બારીયા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી. રાતના અંધારાને કારણે શોધખોળ શરૂ ન થઈ શકી, પરંતુ ફાયર વિભાગે વહેલી સવારે યુવકની શોધખોળ હાથ ધરી.

ધાનપુર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી, અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ તપાસ અને શોધખોળનું કામ ચાલુ છે. આ ઘટનાએ નળુ ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે. 

આ સમાચાર શેર કરો