મુખ્ય સામગ્રી પર જાઓ

Video: Amirgadhના જુનીરોહ ગામ નજીક બનાસ નદીમાં યુવક ડૂબ્યો, SDRF અને સ્થાનિકો દ્વારા શોધખોળ શરૂ

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના જુનીરોહ ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં એક યુવક ડૂબી

 બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના જુનીરોહ ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં એક યુવક ડૂબી જવાની ઘટના બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રી દરમિયાન બની હતી. યુવકનો પગ અચાનક પાણીમાં લપસી જતાં તે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 

યુવક ડૂબવાની ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તુરંત જ આ બનાવની જાણ વહીવટી તંત્રને કરવામાં આવી હતી.  ઘટનાની જાણ થતાં જ મામલતદાર, પોલીસ સહિત SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમ દ્વારા બનાસ નદીમાં ડૂબી ગયેલા યુવકની શોધખોળ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો