મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી

ગુજરાતના સુરેન્દ્રનગરના થાનગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગ

ગુજરાતના સુરેન્દ્રનગરના થાનગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં યોજાયેલો વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. વહેલી સવારે પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી. 

ચાર દિવસનો આ ભાતીગળ મેળો સમાપ્ત થયો

 પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી, જેની સાથે ચાર દિવસનો આ ભાતીગળ મેળો સમાપ્ત થયો. આ વર્ષે 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ, ગ્રામીણ ઓલિમ્પિક, પશુસ્પર્ધા, રાસ-ગરબા, લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો.20મી ગ્રામીણ ઓલિમ્પિકમાં 1900થી વધુ ખેલાડીઓએ રસ્સાખેંચ, દોરડાકૂદ, કબડ્ડી અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો.    

આ સમાચાર શેર કરો