VIDEO/ વઢવાણ : ગેસ સિલિન્ડર ચોરી કરતી ટોળકી ઝડપાઈ, બે શખ્સોની ધરપકડ
સુરેન્દ્રનગરના વઢવાણમાંથી પોલીસે ગેસના સિલિન્ડર ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી મોટી સફળતા મેળ
સુરેન્દ્રનગરના વઢવાણમાંથી પોલીસે ગેસના સિલિન્ડર ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વઢવાણ પોલીસે અજય સારલા અને દેવાંગ ભરવાડ નામના બે શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 16 નંગ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે....પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા ચોરી કરતા હતા. નવાઈની વાત એ છે કે, તેઓ ચોરેલા સિલિન્ડર એજન્સીને જ 2500 લેખે વેચી નાખતા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય કેટલીક ચોરીઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.








