VIDEO: હળવદમાં બેફામ રીતે સર્પાકાર ચલાવી ટ્રકચાલકે 3થી 4 વાહનો અડફેટે લેતો વીડિયો વાયરલ
VIDEO: મોરબી જિલ્લામાં આવેલા હળવદ શહેરના સર્કિટ હ
VIDEO: મોરબી જિલ્લામાં આવેલા હળવદ શહેરના સર્કિટ હાઉસ પાસે અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સર્કિટ હાઉસ પાસે રોડ પર એક ટ્રક પૂરપાટ વેગે સર્પાકાર ચાલી જાય છે. જેમ-જેમ આ ટ્રક બેફામ જાય છે તેમ આગળ જતા વાહનચાલકને કોણ જાણે શું થયું અને તેની ગતિ વધારેને વધારે તીવ્ર કરી દીધી બાદમાં એકસાથે ત્રણથી ચાર વાહનોને ધરાર હડફેટે લઈ અકસ્માત સર્જી આગળ ધપી જાય છે.
બેદરકારીથી ટ્રકચલાવી વાહનોને અથડાવતો વીડિયો પાછળ આવતા વાહનમાંથી કોઈએ મોબાઈલમાં કંડારી લીધો હોવાનું સામે આવ્યું છે. આ સર્પાકાર અને બેફામ રીતે ચાલતા ટ્રકે અકસ્માત સર્જયો હોવાનો સમગ્ર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્રણથી ચાર વાહનોને અથડાવી ગફલતથી ટ્રકચાલક જતો રહેતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પણ આ ટ્રક સામે મોં વકાસીને જોઈ રહ્યા હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે. જો કે, આ સારી વાત એ રહી કે આ ટ્રકચાલકે સર્પાકાર ચલાવીને અન્ય લોકોનાં જીવ અદ્ધર કર્યા હતા. કોઈ જાનહાનિ નહોતી થઈ હોવાનું સામે આવ્યું છે.








