Video/ વડોદરા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ: રાજ્યમાં પ્રથમવાર ડ્રોનથી ટ્રાફિકનો સર્વે શરૂ
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રાજ્યમાં સૌપ્રથમવાર ડ્રોન ટેક
વડોદરા શહેર ટ્રાફિક પોલીસે રાજ્યમાં સૌપ્રથમવાર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક સર્વેનો એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ભારે ટ્રાફિક ધરાવતા જંકશનો પર ડ્રોનની મદદથી વૈજ્ઞાનિક ઢબે ટ્રાફિક ફ્લોનું આકલન કરવામાં આવી રહ્યું છે.
રિયલ-ટાઇમ મોનીટરીંગ અને નિરીક્ષણ
આ ડ્રાઇવના ભાગરૂપે, ખોડીયારનગર ચાર રસ્તા પર ડ્રોન દ્વારા ટ્રાફિક ફ્લોનું રિયલ-ટાઇમ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગનું નિરીક્ષણ કરવા માટે ડીસીપી ટ્રાફિક તેજલ પટેલ પણ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. ડ્રોન દ્વારા લેવાયેલા ફૂટેજના આધારે ટ્રાફિકની ગીચતા અને પ્રવાહનું ચોકસાઈપૂર્વક આકલન કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં કયા જંકશનોનો સર્વે?
આ ટ્રાફિક સર્વેના પ્રથમ તબક્કામાં શહેરના અન્ય મુખ્ય ચાર રસ્તાઓ અને સર્કલોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
- એલએન્ડટી સર્કલ
- માણેકપાર્ક
- સરદાર એસ્ટેટ
- વૃંદાવન ચાર રસ્તા
ટ્રાફિક સુચારૂ બનાવવા આયોજન
પોલીસના જણાવ્યા અનુસાર, દિવસના જુદા જુદા સમયે ટ્રાફિકનું ચોકસાઈપૂર્વક આકલન કરવામાં આવશે. આ સર્વેમાંથી પ્રાપ્ત થયેલા ડેટાના આધારે સિગ્નલ ટાઈમિંગ સેટ કરવામાં આવશે, જેથી શહેરમાં ટ્રાફિકનું સંચાલન વધુ સુચારૂ અને સરળ બની શકે. આ પ્રયોગ વડોદરાના ટ્રાફિક મેનેજમેન્ટમાં ડિજિટલ અને વૈજ્ઞાનિક અભિગમ લાવશે







