મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દશામાની મૂર્તિઓ અને ગણેશ વિસર્જન માટે વડોદરા મનપા અને પોલીસ તંત્ર સજ્જ

VIDEO: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એમાં ધ

VIDEO: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એમાં ધાર્મિક વ્રતો, જાગરણ, ઉપવાસનો વિશેષ મહિમા છે. આ દરમિયાન દશામાનું વ્રત અને થોડા દિવસો બાદ ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. જેથી વડોદરા મનપા અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. શનિવારે વડોદરાના વિવિધ તળાવોમાં દશામાની મૂર્તિઓનું ધાર્મિક વિધિ વિધાન સાથે વિસર્જન થશે. જેથી વડોદરા મનપાના કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન અને શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ કૃત્રિમ તળાવની મુલાકાત લેવામાં આવી હતી.

વડોદરા મનપા તંત્રએ આઠ સ્થળ પર કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે. જે પૈકી છ જેટલાં કૃત્રિમ તળાવો પાલિકા દ્વારા  મૂર્તિ વિસર્જન માટે તૈયાર કરવામાં આવ્યા છે. ગત વર્ષની સરખામણીએ છ જેટલાં નવા કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં નવા કૃત્રિમ તળાવો ઉભા કરાયા છે. જે 12,425 વર્ગ ક્ષેત્રફળમાં તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. જે માટે 12,425 ક્યુબિક પાણી વિવિધ તળાવોમાં ભરવામાં આવશે. 

દશામાની મૂર્તિઓના વિસર્જન માટે પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ વિભાગ અને પાલિકા મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા સુચારુરૂપથી પાર પડે તે માટે કામે લાગ્યું છે. પોલીસ અને પાલિકા તંત્ર મળી 2500 અધિકારીઓ, જવાનો અને કર્મચારીઓ બંદોબસ્ત સહીતની કામગીરીમાં ખડેપગે જોડાશે. 

જરૂર પડે ટ્રાફિક ડાઈવર્ઝન કરાશે

વડોદરામાં આ વખતે અંદાજીત 22થી 25 હજાર જેટલી દશમાની મૂર્તિઓ આવતીકાલે એટલે કે, શનિવારે વિવિધ કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરાશે જેથી ભાવિકોને મનપા તંત્રએ બનાવેલા તળાવોમાં મૂર્તિઓ વિસર્જન કરવા તંત્રએ અપીલ કરી છે. વડોદરા મનપાના કમિશ્નરે પણ આવતીકાલના દશામાની મૂર્તિ વિસર્જન અંગે કહ્યું હતું કે તળાવોનું પાલિકા અને પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.આ માટે  ક્રેન, જેસીબી, તરવૈયા, ફાયર વિભાગ મૂર્તિ વિસર્જન તળાવો પાસે હાજર રહેશે. આ ઉપરાંત નિષ્ણાત તરવૈયાઓની ટીમ પણ સેવા આપશે. વિવિધ તળાવોને ફરતે લાઈટો અને ક્રેનો પણ મૂકવામાં આવશે. 

આ સમાચાર શેર કરો