Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : China news: Heavy rain and floods wreak havoc in China's capital Beijing, 44 people dead, 9 missing

China news: ચીનની રાજધાની બેઈજિંગમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ, 44 લોકોનાં મોત, 9 લોકો ગુમ

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
China news: ચીનની રાજધાની બેઈજિંગમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ, 44 લોકોનાં મોત, 9 લોકો ગુમ
સોર્સ : GSTV News

China news: પાડોશી દેશ ચીનની રાજધાની બેઈજિંગમાં ગત એક અઠવાડિયાથી મૂશળધાર વરસાદથી આવેલા પૂરને લીધે અત્યાર સુધી 44 લોકોનાં મોત થઈ ચુક્યા છે. જ્યારે 9 લોકોનો ગુમ હોવાનું સામે આવ્યું છે. ચાર દિવસથી રાહત અને બચાવ કામગીરી અભિયાન ચાલુ છે. આ દરમ્યાન ફરી વરસાદ ચાલુ થઈ જતા માર્ગો  ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. વીજળીનો પુરવઠો ખોરવાયો છે, અને મોટાપાયે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. 

App Store

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે રાહત અને બચાવનો આદેશ આપ્યો
મળતી માહિતી અનુસાર, ચીનમાં ભારે વરસાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં 44 લોકોનાં મોત થયા અને 9 લોકો ગુમ થયાનું સામે આવ્યું છે. બેઈજિંગના ઉત્તરી પર્વતીય જિલ્લા મિયુન અને યાનનિંગ તોફાની વરસાદ અને પૂરની ઝપટે આવવાથી લોકોનાં મોત થયા. ગત શનિવારે ભારે વરસાદ શરૂ થયો હતો. આ અગાઉ સોમવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર અને કુદરતી હોનારતોને પહોંચી વળવા તથા લોકોને જીવન અને સંપત્તિની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. 

ભારે વરસાદે ચીનને બેહાલ કર્યું
ભારે વરસાદથી આવેલા પૂરથી ચીનના ઘણા વિસ્તારો અસરગ્રસ્ત છે. રિપોર્ટ પ્રમાણે એકલા બેઈજિંગમાં 80 હજારથી વધુ લોકોને સલામત સ્થળે મોકલાયે છે. જ્યારે તોફાની વરસાદથી 31 માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે અને 136 ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે.

રાહત માટે ચીને ભંડોળ ફાળવ્યું
ચીનના નાણાં મંત્રાલય અને કટોકટી મેનેજમેન્ટ મંત્રાલયે મંગળવારે પૂરગ્રસ્ત બેઈજિંગ સહિત નવ પ્રાંતીય-સ્તરના પ્રદેશો માટે કેન્દ્ર સરકારના આપત્તિ રાહત ભંડોળમાં 350 મિલિયન યુઆન (48.9 મિલિયન ડોલર) ફાળવ્યા. મંગળવારે, ચીનના રાષ્ટ્રીય વિકાસ અને સુધારણા પંચે જણાવ્યું હતું કે તેણે બેઈજિંગમાં આપત્તિ રાહત પ્રયાસો માટે 200 મિલિયન યુઆન (28 મિલિયન ડોલર) ફાળવ્યા છે.