Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Congress will launch a door-to-door organization creation campaign to address public issues

VIDEO: જનતાના પ્રશ્નોને લઈ કોંગ્રેસ ઘરેઘર પહોંચવા સંગઠન સૃજન અભિયાન પ્રારંભ કરશે

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV News

VIDEO: AICC દ્વારા વર્ષ-2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરાવામાં આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા સંગઠન સૃજન અભિયાન શરૂ કરવામાં આવશે. આ અગાઉ રાહુલ ગાંધીની હાજરીમાં આણંદમાં 3 દિવસની શિબિર યોજવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીએ ગુજરાત આવી તમામ કાર્યકર્તા અને નેતાઓની વાત સાંભળી હતી. જે બાદ રાજ્યમાં કોંગ્રેસના નિરીક્ષકોની નિમણૂકો કરી જિલ્લા પ્રમુખોની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે જિલ્લા પ્રમુખની જેમ જ તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા અને મહાનગર પાલિકા કક્ષાએ વોર્ડ પ્રમુખોની નિમણૂકો કરવામાં આવશે. 

App Store

કોંગ્રેસને સક્રિય કરવા જિલ્લાથી લઈ તાલુકાને વેગવંતુ બનાવવામાં આવશે. જેમાં નિમણૂકો, શિબિરો અને અન્ય કાર્યક્રમો કરવામાં આવશે. આવતીકાલથી એટલે કે, શનિવારથી  કોંગ્રેસના 2 નિરીક્ષકો, સ્થાનિક પ્રમુખ તાલુકાઓમાં જશે અને  સંગઠન સૃજન અભિયાન હેઠળ નિરીક્ષકો જિલ્લા તાલુકા કક્ષાએ પ્રવાસ કરી ઝોન વાઈસ કાર્યકરોને સાંભળવામાં આવશે. નવા યુવાનોને તક મળે માટે વોર્ડ , તાલુકા કે શહેર કક્ષાએ માટે 55 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અગ્રિમતા આપવામાં આવશે. 5 વર્ષથી વધુ સમયથી જવાબદારી નિભાવતા હોઈ તો તેમના સ્થાને અન્યને જવાબદારી અપાશે નિરીક્ષકો પ્રવાસ બાદ એક રિપોર્ટ પ્રદેશ કક્ષાએ આપશે. 

નિરીક્ષકો કાર્યકર્તાઓને મળશે અને સંગઠન અંગે પણ અભ્યાસ કરાશે 
કોઈને અન્ય તાલુકા, જિલ્લા કે પ્રદેશ લેવલ કામ કરવું છે તો એ બાબતે પણ નિરીક્ષકો પણ સાંભળશે. કોંગ્રેસ બધા માટે છે, કોંગ્રેસ બધાની છે માટે જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને કામ કરવા માંગતા લોકોને જોડાવા અપીલ કરાશે. તાલુકા, શહેર, વોર્ડ સમિતિ, જિલ્લા કક્ષા અને પ્રદેશ સ્તરે કામ કરવા માગતા લોકો માટે સંગઠન સૃજન અભિયાનમાં જોડાશે. 

પ્રવાસ સ્થળની સુવિધા નથી વધી 
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઈએ તો રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે નથી ખબર પડતી. જેથી પ્રવાસન વિભાગની નબળી કામગીરીને કારણે પ્રવાસન ઘટ્યું છે.  ટ્રમ્પ માટે ગુણગાન ગાયા પણ તેને આપડા પ્રવાસીઓને હાથકડી બાંધીને પાછા મોકલ્યા હતા.