VIDEO: રાજકોટમાં આજે UPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં થઈ, શહેરમાં કુલ ૯ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા
રાજકોટમાં આજે UPSCની પરીક્ષા શાંતિપૂર્ણ
રાજકોટમાં આજે UPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ. આ પરીક્ષા માટે રાજકોટ શહેરમાં કુલ ૯ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં ૨૪૦૦થી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ઉમેદવારો માત્ર રાજકોટ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે.પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ઉમેદવારોને પ્રવેશ આપતા પહેલા કડક માઈક્રો ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ કેન્દ્રો પર સુરક્ષાના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો..




