VIDEO: હળવદના ટીકર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો, પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનો રોષે ભરાયા
ગુજરાતના હળવદના ટીકર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગ્રા
ગુજરાતના હળવદના ટીકર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગ્રામજનોએ અનેકવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા ભારે હોબાળો મચ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રામજનોની ફરિયાદ હતી કે જુના ધાટીલાવાળો પુલની સમસ્યા હજું સુધી સમસ્યા યથાવત છે તેનું નિરાકરણ નથી આવ્યું.
પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનોએ મચાવ્યો હોબાળો
તો બીજી તરફ ગામમાં પીવાના પાણીની સમસ્યા સતત વર્તાઈ રહી છે અને ગટર વ્યવસ્થાની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોને અન્યાય થવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.








