મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઉમરગામનું માતા ભીલકાઈ દેવીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર, જાણો શું છે વિશેષતા

શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ થયો છે, અને આ મહિનામાં ધાર્મિક સ્થળો પર દર્શનનો અન

શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ થયો છે, અને આ મહિનામાં ધાર્મિક સ્થળો પર દર્શનનો અનેરો લ્હાવો હોય છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામના નેશનલ હાઈવે પાસે આવેલું માતા ભીલકાઈ દેવીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં ભક્તોનું ઘોડા પૂર ઉમટે છે. 

માતા ભીલકાઈ દેવીના નામ પરથી પડ્યું 

આ ગામનું નામ વર્ષો પહેલાં માતા ભીલકાઈ દેવીના નામ પરથી પડ્યું હતું. નાનકડા ડુંગર પર ગુફામાં બિરાજમાન માતા ભીલકાઈ, સાત માતાજી બહેનોમાંના એક માનવામાં આવે છે. ચોમાસામાં આસપાસની લીલોતરી અને મોરલાના ટહુકાઓથી આ સ્થળ અનોખું વાતાવરણ ધરાવે છે. વર્ષો પહેલાં ગુફામાં માતાજીના દર્શન થયા બાદ ભક્તોની અવરજવર વધી, અને હવે આ મંદિર મનની શાંતિ અને મનોકામના પૂર્ણ કરનારું યાત્રાધામ બન્યું છે.

આ સમાચાર શેર કરો