મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઉકાઈ ડેમની જળસપાટી 335.65 સુધી પહોંચી, તાપીમાં છોડવામાં આવ્યું પાણી

તાપી જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. આ આવક

તાપી જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. આ આવકને કારણે ડેમની જળસપાટી 335.65 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે નિયમન સપાટીની નજીક છે.  ડેમમાં પાણીની આવકને નિયંત્રિત કરવા માટે ઉકાઈ ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે, અને હાલમાં 40,194 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના અધિકારીઓ દ્વારા જેટલું પાણી આવે છે, એટલું જ પાણી નદીમાં છોડીને જળસપાટીને નિયંત્રણમાં રાખવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો