મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: નવસારીના દરિયાકાંઠે વધુ બે મૃતદેહ મળી આવ્યા, 10 દિવસ પહેલાં 11 ખલાસીઓ થયા હતા લાપતા

ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામ

ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં 10 દિવસ પહેલાં માછીમારી માટે દરિયામાં ગયેલી બોટને મધદરિયે ભારે તોફાન અને વરસાદના કારણે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોટ ડૂબી જતાં 11 ખલાસીઓ લાપતા થયા હતા.

નવસારી પોલીસે તાત્કાલિક મૃતદેહોનો કબજો લઈ તપાસ શરૂ કરી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના માછીવાડ, દીવાદાંડી અને દાંડી દરિયાકાંઠે વધુ બે મૃતદેહ મળી આવ્યા. નવસારી પોલીસે તાત્કાલિક મૃતદેહોનો કબજો લઈ તપાસ શરૂ કરી અને અમરેલી પોલીસના સંપર્કમાં ઓળખ પ્રક્રિયા હાથ ધરી. હાલમાં બાકીના 9 ખલાસીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો