VIDEO: પડધરીના ખાખડાબેલા ગામે થયેલી હત્યાના કેસમાં 781 દિવસ બાદ બે ફરાર આરોપીઓની ધરપકડ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે થયેલી હત્
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે થયેલી હત્યાના કેસમાં પોલીસે દુષ્કર્મ અને પોક્સોના બે ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયાના 781 દિવસ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
બંને આરોપીઓ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી બચવા ગુજરાતની બોર્ડર નજીકના ગામો, રાજસ્થાન અને મનાલી સહિતના વિસ્તારોમાં છુપાઈ રહ્યા હતા અને હોટલમાં કુક તથા વેઇટર તરીકે કામ કરતા હતા. પોલીસે સ્પેશિયલ સ્કોડ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને આશરો આપનાર અથવા મદદ કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.


