મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોંડલમાં એકલાવાયુ જીવન જીવતા આધેડનો બંધ મકાનમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે હાથ ધરી તપાસ

ગોંડલના ભોજરાજપરા વિસ્તારના વૃંદાવન નગરમાં એકલા રહેતા 45 વર્ષીય યાર્ડ કમિશન એજન

ગોંડલના ભોજરાજપરા વિસ્તારના વૃંદાવન નગરમાં એકલા રહેતા 45 વર્ષીય યાર્ડ કમિશન એજન્ટ તેજસ ગોટેચાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે. બંધ મકાનમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો એલર્ટ થયા હતા. તેમણે દરવાજો તોડી અંદર જોતાં બેડ પર ફૂલાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં ગોંડલ બી-ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોત આત્મહત્યા છે કે કુદરતી બીમારી, તેની તપાસ માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો