મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મહેસાણામાં ગાયને બચાવવા જતા ટ્રક પલટી, હાઇવે પર બટાકાની રેલમછેલ

અમદાવાદ-મહેસાણા હાઇવે પર ધનાલી પાટીયા પાસે એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. રોડ પર અચાનક ગાય આવી જતાં ડ્રાઇવરે તે

અમદાવાદ-મહેસાણા હાઇવે પર ધનાલી પાટીયા પાસે એક ટ્રક પલટી ખાઈ ગયો હતો. રોડ પર અચાનક ગાય આવી જતાં ડ્રાઇવરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બટાકા ભરેલુ ટ્રક પલટી ખાઈ ગયું. આ અકસ્માતથી હાઇવે પર બટાકાની રેલમછેલ થઈ ગઈ, અને ટ્રાફિક જામ થઈ ગયો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી આવ્યા, જેમણે બટાકાને એકઠા કરવાનો પ્રયાસ કર્યો.

જો કે અ દુર્ઘટનામાં ટ્રકના ડ્રાઇવર અને ગાય બંને આબાદ બચી ગયા. પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો ઘટનાસ્થળે પહોંચી, અને ભારે જહેમત પછી બે ક્રેનની મદદથી ટ્રકને ઉભી કરવામાં આવી. આ અકસ્માતથી કોઈ જાનહાની નથી થઈ

આ સમાચાર શેર કરો