VIDEO/ વાપી ચાર રસ્તા બ્રિજ પર ટ્રક-કન્ટેનર વચ્ચે ટક્કર, ગેસ ભરેલા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરી
વાપી ચાર રસ્તા હાઈવે બ્રિજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બ
વાપી ચાર રસ્તા હાઈવે બ્રિજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ કન્ટેનરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કન્ટેનરમાં અત્યંત જ્વલનશીલ ગ્રીન ક્રોપિંગ ગેસ ભરેલો હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ માત્ર કેબિનના ભાગ પૂરતી સીમિત રહેતા મોટી હોનારત ટળી હતી અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.






