મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: દાંતામાં આદિવાસી સમાજે મંત્રી બળવંતસિંહ રાજપૂતનો કર્યો વિરોધ

VIDEO: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતનો કાર

VIDEO: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં આજે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતનો કાર્યક્રમ હતો.ત્યારે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાને વિરોધ ચાલી રહ્યો છે. જાતિના દાખલાઓની વિસંગતાઓને લઈ મોટી સંખ્યામાં આદિવાસી સમાજે દાંતામાં મંત્રી બળવંતસિંહ રાજપૂતનો વિરોધ કર્યો હતો. 

દાંતામાં જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના વિરોધને લીધે મિટિંગમાં વિક્ષેપ પડયો હતો. જેથી ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકો સાથે રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ બળવંતસિંહની ગાડી રોકીને રજૂઆત કરી હતી. જો કે, સરકાર આદિવાસી સમાજના લોકો પાસેથી  વર્ષ-1950ના પુરાવા માંગવામાં આવ્યો છે. આ દરમ્યાન મોટી સંખ્યામાં પોલીસ તૈનાત હતી. ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાને લઈ ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને જાતિના દાખલા ન મળતા ઘણા આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે. જેથી વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજે રોડ પર બેસીને વિરોધ ઠાલવ્યો હતો.

આ સમાચાર શેર કરો