મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, કેટલીક શાળાઓમાં 3 દિવસની રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અ

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત જોવા મળ્યો. આજે અમદાવાદની ઝેબર,અગ્રેસન અને વેજલપુરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જાણીતી ઝાયડસ સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો.

 બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી

તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.  આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે.  પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષયમાં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી.

ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો.

ડીએવી સ્કૂલના વાલીઓને ઓડિયો મેસેજ દ્વારા જાણ કરાઈ 

ડીએવી સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લેવા સ્કૂલે દોડી દોડીને આવી રહ્યા છે. સ્કૂલ દ્વારા બાળકોને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા છતાં પોલીસની એક જ ગાડી છે ફાયર કે બોમ્બસ્કોડની કોઈપણ ગાડી અહીં હજુ સુધી પહોંચી નથી.

ડીએવી સ્કૂલ દ્વારા વાલીઓને ઓડિયો મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે કે તમારા બાળકોને એક કલાક પહેલાં છોડી રહ્યા છીએ તો લઈ જાવ. જોકે વાલીઓને સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીભર્યો મેલ કર્યો હોવાની જાણ કરવામાં આવી ન હતી.  હાલ ડીએવી સ્કૂલના બાળકોને ગ્રાઉન્ડમાં બેસાડીને વાલીઓ લેવા આવે તે મુજબ નામ એનાઉન્સ કરીને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો