મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ભરુચના શક્તિનાથમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી

સોર્સ: GSTV

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ મંદિરમાં પ્રવેશી શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, નાગદેવતા અને મૂર્તિના મુગટ સહિત 3.50 લાખથી વધુના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં ચોરી થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ ‘એ’ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.  

આ સમાચાર શેર કરો