VIDEO: મહેસાણાના સાલડીમાં પીપળેશ્વર મહાદેવમાં ચોરી, 'ચડ્ડી-બનિયાન' ગેંગ ઉઠાવી ગયા દાનપેટી
મહેસાણા તાલુકાના સાલડી ગામે આવેલ પવિત્ર યાત્રાધામ સ્વયંભૂ પ
મહેસાણા તાલુકાના સાલડી ગામે આવેલ પવિત્ર યાત્રાધામ સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિર હવે તસ્કરોની નજરમાં આવ્યું છે. ગત મોડી રાત્રે 'ચડ્ડી-બનિયાન' પહેરેલી ગેંગે મંદિરના પટાંગણમાં આવેલી દાનપેટી ઉઠાવી જતાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિરમાં ચોરી થઈ
એક તરફ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિરમાં ચોરી થઈ છે, તો બીજી તરફ આ વિસ્તારમાં તસ્કરો જાણે બેફામ બની પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે.દાનપેટી થોડા સમય પહેલાં જ ખોલવામાં આવી હતી. તેમાં આશરે 1200 જેટલી રકમ હોવાનો અંદાજ છે.








