VIDEO: બોડેલીમાં એક મજૂરના મોતની કિંમત માત્ર 3 લાખ? તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીએ હસતો-રમતો પરિવાર વિખેરાયો
VIDEO: છોટાઉદે
VIDEO: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધામસિયાથી બોડેલી તાલુકાના જબુગામ સુધી નેશનલ હાઈવે 56 ફોર લેન બનાવવાની કામગીરીમાં રોડની સાઇડમાંથી વૃક્ષો કાપીને જંગલ ખાતાના ડેપોમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આ દરમ્યાન નસવાડી બોડેલી રોડ ઉપર કડાછલા ગામ પાસે ટ્રેક્ટરમાં લાકડાં ભરી ને લઈ જવાતા હતા તેમાં બેઠલો મજૂર પટકાતા ટ્રેક્ટરના ટાયરમાં આવી જતા મોત થયું હતું.
નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના રાજેશભાઈ સનિયાભાઈ વસાવા લાકડાં ભરેલાં ટ્રેક્ટરમાં બેઠો હતો, ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ટ્રેક્ટરમાંથી પટકાતા ટાયરમાં આવી ગયો હતો. જ્યારે સગા વાળાઓનો આક્ષેપ છે કે ગેરકાયદેસર રીતે ટ્રેકટર લાકડાં ભરવાની કામગીરીમાં લેવામાં આવ્યું હતું. ટ્રેક્ટરમાં ઓવરલોડ લાકડાં ભરેલાં હતાં અને ટ્રેક્ટરમાં ભરેલા લાકડાં દોરડાથી બાંધેલા ન થતા તેમજ ટ્રેક્ટર ખેતી માટેના ઉપયોગનું હતું તેમાં લાકડાં ભરી શકાય નહીં. કોન્ટ્રાકટર અને અધિકારીઓ આવી રીતના કામગીરી કરાવીને આદિવાસી સમાજના મજૂરોને મોતના મુખમાં ધકેલે છે ત્યારે અધિકારીઓના વાંકે આ યુવાનનું મોત થયું છે.
જ્યારે મૃતકના પરિવારજનો અકસ્માત થયા બાદ મૃતકની લાશ ઉઠાવવા માટે તૈયાર ન થતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા વચ્ચે પડીને ત્રણ લાખ રૂપિયા મૃતકના પરિવારને અપાવવાની ખાત્રી આપતા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અહીંયા માણસની જિંદગીની કિંમત ત્રણ લાખ રૂપિયા છે, તે આ ઘટના ઉપરથી ફલિત થાય છે. જ્યારે મૃતકના બે બાળકો છે અને પત્ની છે 24 વર્ષની ઉંમરે હાલ યુવતી વિધવા બની ગઈ છે.








