VIDEO: Panchmahal ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેને પણ ઉમેદવારી નોંધાવી, કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં મહત
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં મહત્ત્વની ભૂમિકા ભજવતી ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (પંચમહાલ ડેરી)ના વ્યવસ્થાપક મંડળની ચૂંટણી જાહેર થઈ છે. વર્તમાન મંડળની મુદત પૂર્ણ થતાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં તાલુકા દીઠ 18 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 2જી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ. આ દરમિયાન કુલ 31 ઉમેદવારી ફોર્મ ભરાયા, જેમાં શહેરાના ધારાસભ્ય અને ડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઈ ભરવાડે પણ ઉમેદવારી નોંધાવી.
ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાતાં તમામ 31 ફોર્મ માન્ય જાહેર થયા છે. હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 10મી સપ્ટેમ્બર બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જોકે, હાલની પરિસ્થિતિ જોતાં 18 બેઠકો બિનહરીફ થવાની શક્યતા પ્રબળ છે. જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળના વર્તમાન મંડળે વિવાદ વિના સફળતાપૂર્વક મુદત પૂર્ણ કરી છે. સુશાસન અને સભાસદોના હિતમાં લેવાયેલા નિર્ણયોને કારણે ચૂંટણીમાં સર્વસંમતિની સંભાવના વધી છે. આ ચૂંટણી પંચમહાલ ડેરીના ભવિષ્ય અને પશુપાલકોના હિતો માટે મહત્ત્વની છે.





