મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ડીસામાં રસ્તા પર પડેલા ખાડા તંત્રએ ઈંટોના ભૂક્કાથી કર્યું પૂરાણ, સ્થાનિકોમાં રોષની લાગણી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે રાજ્ય

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે રાજ્યના સંખ્યાબંધ રોડ, રસ્તાઓ ધોવાયા છે.  બનાસકાંઠાના ડીસામાં નવા બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર પડેલા ખાડાને પાલિકાની ટીમે લાલ ઈંટોથી પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરતું આ ઉકેલરૂપી પ્રયોગ અસ્થાયી સાબિત થયો છે.

અકસ્માત સર્જાવવાની ભીતિ પણ સર્જાઈ 

પ્રાથમિક અહેવાલ અનુસાર વરસાદી પાણીના ભરાવાથી રોડ ફરી ધોવાઈ જવાની ભીતિ છે. તો બીજી તરફ અકસ્માત સર્જાવવાની ભીતિ પણ સર્જાઈ છે. આ મામલે  સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે ખાડાની સમસ્યા હજુપણ યથાવત છે. સ્થાનિકોએ કાયમી ઉકેલ માટે RCC રોડ બનાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો