VIDEO: નવસારીના વાંસદા તાલુકાના સરા ગામે સર્જાઈ તંગદિલી, મહારાષ્ટ્રના પાસ્ટરને બોલાવતા ઉઠ્યો હોબાળો
ગુજરાતના નવસારીના વાંસદા તાલુકાના સરા ગામે એક નિવૃ

ગુજરાતના નવસારીના વાંસદા તાલુકાના સરા ગામે એક નિવૃત્ત જવાનના સન્માન સમારોહમાં મહારાષ્ટ્રના પાસ્ટરને બોલાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. વગર મંજૂરીએ એકઠી થયેલી પાંચ હજારની મેદનીને પગલે હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, નિવૃત્તિના કાર્યક્રમના ઓઠા હેઠળ આદિવાસીઓનું ધર્માંતરણ કરવાનું ષડયંત્ર રચાયું હતું
ગામમાં તંગદિલી સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
.ઘટનાને પગલે ગામમાં તંગદિલી સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, જ્યારે પોલીસે આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે એકઠા થયા તે દિશામાં તપાસ તેજ કરી છે.







