VIDEO: કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યું, જાણો શું છે સમગ્ર મામલો
કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યુ છે. માંડવી તાલુકાના ભાડા પાચોટિયા ગામના દ
કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યુ છે. માંડવી તાલુકાના ભાડા પાચોટિયા ગામના દરિયાકિનારે એક કન્ટેનર અને અબડાસા તાલુકાના બાભડાઈ ગામના દરિયાકાંઠે બીજું કન્ટેનર મળી આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનરોમાં કેમિકલ્સ હોવાનું અનુમાન છે.
મરીન પોલીસે તપાસ હાથ ધરી
માંડવી મરીન પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કચ્છના દરિયાકાંઠે સાત શંકાસ્પદ કન્ટેનર મળી આવ્યા હતા, જેમાં નશીલા પદાર્થો અને અન્ય ગેરકાયદેસર સામગ્રીની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.






