VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ એક્શન મોડમાં , 4 હજારનીઅટકાયત કરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે આકરી કાર્યવાહી કરતા ૪૦૦૦ લોકોની અટકાયત કરી છે અને પરવાના ધરાવતા ૨૫૦૦ હથિયારો જમા લીધા છે. વધુમાં, ૮૦ શખ્સોને તડીપાર કરવાની અને ૧૫ સામે પાસા હેઠળ દરખાસ્ત કરવામાં આવી છે. હાઈવે પર ૧૪ ચેકપોસ્ટ ઉભી કરી સઘન ચેકિંગ હાથ ધરાયું છે, જે દરમિયાન ૨.૬૬ કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આમ, ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે.







