મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મહેમદાવાદનું સુઢા વણસોલ ગામ બન્યું સંપર્કવિહોણું

VIDEO: ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદના સુઢા વણસોલ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહે

VIDEO:  ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદના સુઢા વણસોલ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લીધે આ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ગામના રોડ પર કેડ સમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે. સુઢા વઢસોલ ગામમાં અવર-જવર કરવા માટે માત્ર એક સાધન ટ્રેકટરનો સહારો લેવો પડયો છે. આજથી 20 વર્ષ પહેલાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બની જતા દર વર્ષે ચોમાસામાં સુઢા વણસોલ ગામમાં આવી સ્થિતિ આવતી હોય છે. 

મલકાણા વહેરાનું પાણી જવા માટે યોગ્ય નિકાલ ન હોવાથી આ ગામનો લોકો વર્ષોથી સહન કરવો પડી રહ્યા છે. એક્સપ્રેસ હાઈવે બન્યો ત્યારથી 20 વર્ષથી આ પ્રશ્ન યથાવત્ છે.  એક્સપ્રેસ હાઈવે બનવાથી પાણી બ્લોક થઈ જતા પાણી ભરાઈ રહે છે. જો એક્સપ્રેસ-વે નીચે યોગ્ય ગરનાળું બનાવવામા આવે તો પાણી ભરાવવાનો પ્રશ્ન ઉકેલાઈ જાય એમ છે. 

આ સમાચાર શેર કરો