VIDEO: આર.પી.પટેલના ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના નિવેદન સામે SPGના લાલજી પટેલનું નિવેદન
VIDEO: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ ના નિવેદન SPGના લા
VIDEO: વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલ ના નિવેદન SPGના લાલજી પટેલનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, પાટીદાર સમાજની પેઢી વેલ એજ્યુકેટેડ છે. એજ્યુકેટેડ હોવાથી એક બાળક કે બાળક લિમિટ કરી દેતા હોય છે. સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. બાળકો વધારવાથી સત્તાની અંદર ભાગીદારી વધુ રહે છે. હું આર.પી.પટેલની વાતને વખોડતો નથી. અત્યારે દીકરીઓ ભણેલી ગણેલી હોય છે તેના કારણે એક કે બે બાળકો રાખવાની વિચારધારા હોય છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે થોડા દિવસો અગાઉ કચ્છ જિલ્લાના નખત્રાણામાં પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદારોમાં ‘વન ચાઈલ્ડ’ અને ‘નો ચાઈલ્ડ’ના ટ્રેન્ડને સમાજ માટે જીવલેણ ગણાવ્યો હતો તેમજ પરિવારોને 3થી 4 બાળકો પેદા કરવા માટે અપીલ કરી હતી.








