VIDEO: ડીસા-પાલનપુર હાઇવે પર તસ્કરોનો તરખાટ! ઘટના CCTVમાં કેદ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ગત મોડી રાત્રે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં એક કે બે નહીં પરંતુ 5-5 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ડીસા-પાલનપુર હાઇવે પરના વેલુનગર વિસ્તારમાં 5 દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે અંદાજિત 2 લાખનો મુદ્દામાલ ચોરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.








