મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરાની MS યુનિવર્સિટીમાં સુરક્ષાના ઉઠ્યા સવાલ, બહારના યુવાનોએ કરી વિદ્યાર્થિનીની છેડતી

વડોદરાની એમ.એસ.યુ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના

વડોદરાની એમ.એસ.યુ. યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના ત્રણ યુવકો દ્વારા એક વિદ્યાર્થિનીની છેડતી કરી હતી. મળતા અહેવાલ પ્રમાણે બનાવને પગલે દોડી આવેલા એ.બી.વી.પી.ના કાર્યકર્તાઓએ ત્રણ પૈકી એક યુવકને પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા.

સાયન્સ ફેકલ્ટીના ડીને તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવી 

સાયન્સ ફેકલ્ટીના ડીને તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવી હતી, જેણે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.યુનિવર્સિટીના પી.આર.ઓ.એ આ ઘટનાને ગંભીર ગણાવી છે.

 યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા

આ મામલે કમિટીની રચના કરવામાં આવી છે અને સિક્યુરિટીને કડક સૂચનાઓ આપવામાં આવી છે. યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો