VIDEO: બોટાદના લાઠીદડમાં શાળાની બસના કંડક્ટરને જાહેરમાં માર મારી શખ્સો ફરાર
ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં બોટાદના લાઠીદડ ગામમ
ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં બોટાદના લાઠીદડ ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસના કંડકટરને જાહેરમાં મારમારી અને ધમકી આપ્યાની ઘટનાબની હતી. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે લાઠીદડ ગામના યુવાનો એકત્ર થયા હતા, જેમાં ઉમાવંશી ગ્રુપ પાટીદાર રક્ષક સમિતિના નેજા હેઠળ ગામ સમસ્ત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેમજ આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્ય કરવા માંગ કરવામાં આવી હતી.








