VIDEO: ડાકોરમાં આજથી ધનુમાસની શરૂઆત, શ્રીજીને ધરાવવામાં આવે છે વિશેષ ભોગ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ધનુમાસની શરૂઆત થઈ છે. માગસર માસની એકાદશીથી મકર સંક્રાંતિ સુધી શ્રીજીને ધનુ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજથી ધનુમાસની શરૂઆત થઈ છે. માગસર માસની એકાદશીથી મકર સંક્રાંતિ સુધી શ્રીજીને ધનુમાસનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. આજથી 14 જાન્યુઆરી સુધી એક માસ માટે કાળીયા ઠાકોરની મંગળા આરતી સવારે 6:15 કલાકે શરૂ થશે.
મંગળા આરતી બાદ શ્રીજીને ધનુમાસનો ખીચડો ધરાવવામાં આવે છે
મંગળા આરતી બાદ શ્રીજીને ધનુમાસનો ખીચડો ધરાવવામાં આવે છે. વર્ષના 11 મહિના 8 ભોગ અને ધનુમાસ દરમિયાન નવમો ભોગ અર્પણ થાય છે. રણછોડરાય મંદિરમાં બંધ બારણે શ્રીજી ધનુમાસનો ખીચડો ધરાવાય છે. ચોખા, દાળ, ઘી, તેજાના મસાલા અને ડ્રાયફ્રૂટથી તૈયાર થયેલો ખીચડો ભાવિક ભક્તોને અંદાજે 20 કિલો જેટલો વિનામૂલ્યે પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે.







