Video: પાટણમાં પશુપાલક સંમેલનમાં હંગામો, રેલીની પરવાનગી રદ કરાઈ
પાટણ જિલ્લામાં આજે યોજાયેલા પશુપાલક સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન
પાટણ જિલ્લામાં આજે યોજાયેલા પશુપાલક સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા પશુપાલકોની હાજરી નોંધપાત્ર રહી હતી. સંમેલનમાં હોબાળો થતા સંમેલન બાદ આપવામાં આવેલી રેલીની પરમીશન રદ્દ કરવામાં આવી હતી.
સંમેલન પછી યોજાનાર રેલીની પરવાનગી પાટણ મામલતદાર દ્વારા અચાનક રદ કરી દેવામાં આવી. આનાથી વાતાવરણ તણાવભર્યું બન્યું. પોલીસે સંમેલન સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હવે માત્ર સંમેલન જ યોજાય તેવી શક્યતા છે.







