VIDEO : રોહિત શર્મા ઘરે પહોંચતા જ મિત્રોએ કર્યું 'ગ્રાન્ડ સેલ્યુટ' સાથે સ્વાગત, ખભે ઉંચકી નાચ્યાં
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરેલી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી 4 જુલાઈ, ગુરુવારે

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરેલી ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી 4 જુલાઈ, ગુરુવારે લગભગ 16 કલાક સુધી ચાલી હતી. સવારે 6.10 વાગ્યે બાર્બાડોસથી દિલ્હી પહોંચેલી ટીમ ઈન્ડિયાએ પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી અને પછી મુંબઈમાં વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરી. જ્યારે મરીન ડ્રાઈવ ખાતે વિજય પરેડ યોજાઈ ત્યારે વાનખેડે ખાતે ખેલાડીઓને 125 કરોડ રૂપિયાના ચેકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉજવણીની આ શ્રેણી અહીં સમાપ્ત થઈ નથી. જ્યારે રોહિત શર્મા તેના ઘરે પહોંચ્યો ત્યારે તિલક વર્મા સહિતના તેના મિત્રો તેના સ્વાગત માટે તૈયાર હતા.
રોહિત શર્માને આવકારવા માટે સૌ પ્રથમ મિત્રોએ લાઈનમાં ઉભા રહીને ભવ્ય સલામી આપી હતી. આ પછી બધાએ તેને પોતાના ખભા પર ઊંચક્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પણ જુઓ-
https://twitter.com/CricCrazyJohns/status/1809046854430306721
29 જૂને ટીમ ઈન્ડિયાએ ટાઈટલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું હતું. શિડ્યુલ મુજબ, ટીમ 1 જુલાઈએ સ્વદેશ પરત આવવાની હતી, પરંતુ બાર્બાડોસમાં તોફાનને કારણે ખેલાડીઓ ત્યાં જ અટવાઈ ગયા. BCCIએ ભારતીય ખેલાડીઓને સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સ્વદેશ પરત ફર્યા. ટીમે ગઈ કાલે આખો દિવસ એટલે કે ગુરુવારે 4 જુલાઈએ દિલ્હી અને મુંબઈમાં આ જીતની ઉજવણી કરી.
ખેલાડીઓ સ્ટેડિયમમાં રાઉન્ડ લગાવ્યા હતા
વાનખેડે સ્ટેડિયમમાં સન્માન સમારોહ પછી, ખેલાડીઓ સ્ટેડિયમમાં રાઉન્ડ લગાવ્યા હતા. અને ત્યાં હાજર ચાહકોનો આભાર માન્યો. આ દરમિયાન વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત ટીમના ખેલાડીઓ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ખેલાડીઓએ પણ મા તુઝે સલામ ગીત ગાઈને ત્યાં હાજર ચાહકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.






