મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના શિવ રેસીડેન્સીના રહીશો મજબૂરીમાં રસ્તા પર ઉતર્યા, રહેવાસીઓની એક જ માંગ કે 'ઘરનું ઘર' પાછું મળે

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રે

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો મજબૂરીમાં રસ્તા પર ઉતર્યા છે. બિલ્ડરની ઘોર બેદરકારીને કારણે રાતોરાત બેઘર બનેલા 400થી વધુ રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓની એક જ માંગ છે કે, તેમને તેમના 'ઘરનું ઘર' પાછું મળે. રોડ પર ઉતરેલી મહિલાઓ અને નાના બાળકોની હાલત દયનીય બની છે, અનેક મહિલાઓ પોતાના ઘરની સ્થિતિ જોઈ રડી પડી હતી.

ચારને નોટિસ સાથે લાઇસન્સ સસ્પેન્ડ

૧. તુષાર પોપટલાલ રીબડીયા (ડેવલપર) ૨. સુરેશકુમાર મોડિયા (આર્કિટેક)

૩. જલીલ શેખ (સ્ટ્રક્ચરલ એન્જિનિયર)

૪. તેજસ જસાણી (ક્લાર્ક-સુપરવાઇઝર)

150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ ધડાકાભેર ધરાશાયી થતાં 400 પરિવારોમાં ભય 

સુરતના ભીમરાડ વિસ્તારમાં શિવ રેસિડેન્સી પાસે નવનિર્મિત વિવાન બિલ્ડિંગની 150 ફૂટ લાંબી પ્રોટેક્શન વોલ ધડાકાભેર ધરાશાયી થતાં 400 પરિવારોમાં ભય વ્યાપ્યો હતો. સુરત મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરતાં શિવ રેસિડેન્સીના ચાર ટાવર ખાલી કરાવ્યા અને સાત નિષ્ણાતોની ટીમને તપાસ માટે બોલાવી છે.

લાઇસન્સ સસ્પેન્ડ કરી નોટિસ આપવામાં આવી

ડેવલપર તુષાર રીબડીયા, આર્કિટેક્ટ સુરેશ મોડિયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને સુપરવાઇઝર તેજસ જસાણીના લાઇસન્સ સસ્પેન્ડ કરી નોટિસ આપવામાં આવી છે.પ્રોજેક્ટની પરવાનગી પણ સ્થગિત કરાઈ છે.આટલી મોટી માનવીય કટોકટી સર્જાઈ હોવા છતાં, તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે અત્યાર સુધી કોઈ કોર્પોરેટર કે ઉચ્ચ અધિકારી તેમની મુલાકાતે આવ્યા નથી.  

આ સમાચાર શેર કરો