VIDEO: મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી મ

રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે બુધવારે (18 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આજે ગુરુવારે (19 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

રેડ એલર્ટ વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહનચાલકો અટવાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડરાવી નાંખે એવા વીજળીના જોરદાર કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

જાહેરાત

અમદાવાદના કઠવાડામાં લોકોના ઘરોમાં ઘુસ્યું પાણી

અમદાવાદના મધુમાલતી આવાસ, કઠવાડા વિસ્તારમાં આ વર્ષે પણ ભારે વરસાદને કારણે ગંભીર જળજમાવની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ગત વર્ષે પણ આ વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાયું હતું, જેને લીધે બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું. આ વર્ષે પણ સમાન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જે પાલિકાની નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને પૂર્વ-મોન્સુન કામગીરીની નિષ્ફળતા દર્શાવે છે.

આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત