VIDEO: BOTADમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીની કામગીરી પર પ્રશ્ન: રોકાણકારોના નાણાં અટવાયા
VIDEO: Question on Saurashtra Credit Society's performance Investors' money stuck | બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, જે સ્ટેશન રોડ પર બેંક ઓફ ઈન
બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, જે સ્ટેશન રોડ પર બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ ઉપર આવેલી છે, તેની નાણાંકીય વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ (એફડી) તરીકે જમા કરાવેલી રકમ પાકતી મુદત બાદ આઠ મહિના વીતવા છતાં પરત ન મળતાં સભાસદોમાં રોષ અને નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને, એક સામાન્ય પરિવારના લાખો રૂપિયાની મરણ મૂડી અટવાઈ જતાં સોસાયટીની કામગીરી અને જવાબદારી પર આંગળી ચીંધવામાં આવી રહી છે.
ભોગ બનનાર સભાસદોમાં સિનિયર સિટિઝન પરમાર કાંતાબેન સવજીભાઈ, પરમાર સવજીભાઈ સુખાભાઈ અને કણઝરીયા કૈલાશબેન સવજીભાઈનો સમાવેશ થાય છે, જેમણે રૂ. 40 લાખની રકમ ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવી હતી. પાકતી મુદતે આ રકમ પરત મેળવવા માટે તેમણે એફડીની ઓરિજિનલ રસીદ સોસાયટીમાં જમા કરાવી, પરંતુ સોસાયટી દ્વારા તેમને ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા, જે બેંકમાંથી પાસ્ટ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર મળ્યું. સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા વારંવાર ખોટા વાયદા કરવામાં આવ્યા અને આઠ મહિના સુધી રકમ પરત નહીં આપવામાં આવી.
અલગ અલગ ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા
ભોગ બનનાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સવજીભાઈ, પરમાર સવજીભાઈ સુખાભાઈ તથા કણઝરીયા કૈલાશબેન સવજીભાઈના ત્રણ નામો થી રૂપિયા 40 લાખ જેવી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. પાકતી મુદ્દતે એફડી ની ઓરીજનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માં જમા કરાવી હતી. ત્યાર પછી સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા હતા. જે બેંકમાંથી પાસ્ટ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
ત્યારબાદ વારંવાર સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા ખોટા વાયદા કરી નાણા આપી દેવામાં આવશે તેવું જણાવી 8 મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો ભોગ બનનાર દ્વારા બોટાદ જિલ્લા રજીસ્ટ્રારને પણ અરજી કરી રજૂઆત કરી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પણ સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારોને એક મહિનામાં રકમ પરત આપવા જણાવ્યું હતું પરંતુ તે સમય પણ પસાર થઈ ગયો તેમ છતાં ભોગ બનનાર સભાસદોને તેઓની ડિપોઝિટ ની રકમ પરત નહીં મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સીસી ની રકમ મળ્યે થી ચુકવણું કરી દેવામાં આવશે
સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી દ્વારા બચાવ કરતા કહેવામાં આવ્યું કે સીસી ની રકમ મળ્યે થી ચુકવણું કરી દેવામાં આવશે, ધિરાણ વસુલાતની કામગીરી શરૂ છે રકમ હાલ સોસાયટી પાસે નથી, પરંતુ લવાદ કેસ તેમજ વસુલાત બાદ એક મહિનામાં રકમ આપી દેવા પ્રયત્નો કરાશે. જ્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે પહેલાની બેંકની સીસીની રકમ પરત જમા કરાવી નથી એટલે બીજી સીસી મળવાની શક્યતા નથી. મેનેજર ખોટા વાયદા બનાવી ઉલ્લુ બનાવે છે. હવે કાયદાકીય કાર્યવાહીમાં પણ સમય જાય પરંતુ અમારા કુટુંબના મરણ મૂડી સમાન નાણાંનું શું થશે તે મોટો સવાલ ઉભો થયો છે.
ત્યારે હવે જોવાનું રહેશે કે વારંવાર રકમ પરત આપવાના વાયદા કરતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પોતાની ક્રેડિટ સાચવી શકશે કે કેમ શું ખરેખર વિશ્વાસ મૂકી ફિક્સ ડિપોઝિટ કરાવનાર સભાસદોને તેની રકમ પરત મળશે કે પછી અનેક સોસાયટીઓનું થયું છે તેવું કંઈક કૌભાંડ નીકળશે તે તે તો સમય બતાવશે..








