મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad news: 4.90 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ હીરાના કારખાનામાં 4.90 લાખની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.

Botad news: 4.90 લાખના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ હીરાના કારખાનામાં 4.90 લાખની કિંમતના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. હીરાની ચોરી થતા શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરાતા આરોપી પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ દ્વારા ચોરીની કબુલાત કરવામાં આવી હતી. 

 બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હીરાની ચોરી થયા અંગેની એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રાત્રિના સમયે તુરખા રોડ ગોપાલ નગર વિસ્તારમાં એક મકાનમાં ચાલી રહેલા હીરાના કારખાનામાંથી અલગ અલગ હીરા પેકેટોની ચોરી થઈ હતી. 4.90 લાખની કિંમતના હીરાની ચોરી થતા શંકાસ્પદ ઈસમની પૂછપરછ કરતા આરોપી પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ દ્વારા ચોરીની કબુલાત કરવામાં આવી હતી.

17 જુલાઈના રાતના સમયે કારખાનાના ધાબામાં છુપાઈ જઇ કારખાનું બંધ થયા પછી હીરાના પેકેટની ચોરી કરી હોવાનું આરોપી કબૂલ્યું હતું. ચોરાયેલ હીરા પોતાના રહેણાંક મકાનમાં સંતાડેલા હોવાનું જણાવી તમામ હીરાના પેકેટ સાથે આરોપીની ધરપકડ કરાઇ હતી. આ અંગે વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો