VIDEO: નસવાડીના 13 ગામના લોકોએ તલાટી પર લગાવ્યા ગંભીર આરોપ
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધારસિમેલ અને કેવડીના ગ્રામજનોનો તલાટી વિરુદ્
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધારસિમેલ અને કેવડીના ગ્રામજનોનો તલાટી વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત પણ કરવામાં આવી છે. ગ્રામજનોનો ગંભીર આરોપ છે કે તલાટી નિશીતકુમાર એન પંચાલ ગ્રામ પંચાયત કચેરીમાં આવતા નથી અને સરકારી કામ કાજ માટે લોકોને ધક્કા ખાવા પડે છે. તલાટી ગ્રામજનો સાથે યોગ્ય વર્તન કરતા નથી. આ કારણે 13 ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તલાટીની બદલી કરીને નવા તલાટીની નિમણૂંકની માંગ કરવામાં આવી હતી.
જાહેરાત







