મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પાટણ એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદેસર શસ્ત્રોનો જથ્થો ઝડપી પાડ્યો

પાટણ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના અમરાપુર ગામે એક દુકાનમાં દરોડા પાડી ગેરકાયદેસર શસ્ત્રોનો

પાટણ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના અમરાપુર ગામે એક દુકાનમાં દરોડા પાડી ગેરકાયદેસર શસ્ત્રોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં શાહિદ દઉવા નામના શખ્સ પાસેથી 2 નંગ દેશી બનાવટની બંદૂકો, ખાલી કારતૂસ, લોખંડના છરા અને પાઇપ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે.પોલીસે કુલ 12,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. આ મામલે વાગડોદ પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો