મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અરવલ્લી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની વાલીઓ પોલ ખોલી, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના મોડાસામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મોડાસાની સાગાના મુવાડા પ્રાથ

ગુજરાતના મોડાસામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે.  મોડાસાની સાગાના મુવાડા પ્રાથમિક શાળામાં ચાલતા ભ્રષ્ટાચારનો વાલીઓએ પોલ ખોલી છે. શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના નામ બોરડી અને કુડોલ ઘાંટા ખાતેની અન્ય શાળાઓમાં રજીસ્ટર હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

 શિક્ષકો સામે રોષ વ્યક્ત કર્યો

આ ગેરરીતિની જાણ થતાં વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો મચાવ્યો અને શિક્ષકો સામે રોષ વ્યક્ત કર્યો.વાલીઓનો આક્ષેપ છે કે, આવી ગેરરીતિ શિક્ષણ વિભાગની મિલીભગતથી થઈ રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઉગ્ર વિરોધ બાદ વાલીઓએ શાળાના જવાબદાર શિક્ષકોની તાત્કાલિક બદલીની માંગ કરી છે.   

આ સમાચાર શેર કરો