VIDEO: વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો, AAP અને કોંગ્રેસે સરકારને ઘેરી

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે સત્ર શરૂ થાય

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે સત્ર શરૂ થાય તે પહેલાં કોંગ્રેસે વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના ધારાસભ્યોએ પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માગ સાથે દાહોદ જિલ્લામાં થયેલા 71 કરોડના મનરેગા કૌભાંડની તપાસની માંગ કરી. આ કૌભાંડમાં મંત્રીના બે પુત્રો, બળવંતસિંહ અને કિરણની ધરપકડ થઈ છે.

જેના કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા.કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે, આ કૌભાંડમાં મંત્રીની સંડોવણી હોઈ શકે છે અને સરકારની તપાસ માત્ર દેખાડો છે. તેમણે ન્યાયિક દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની માંગ કરી. વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી, સરકાર વિરુદ્ધ નારાબાજી કરી અને બચુ ખાબડની ધરપકડની માંગ કરી. તો બીજી તરફ આપના ધારાસભ્યોએ પણ રોડ રસ્તા મામલે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

જાહેરાત

આપ નેતા ચૈતર વસાવા વિધાનસભાના ચોમાસું સત્રમાં હાજરી 

બીજી તરફ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર કરતાં તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે. આજથી શરુ થતાં વિધાનસભાના ચોમાસું સત્રમાં પોલીસ જાપ્તા સાથે હાજરી આપશે. 

500થી વધુ પોલીસ-એસઆરપી જવાનો તહેનાત

ગુજરાત વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત